નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ

25 May, 2022 03:21 PM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેતા અત્યાર સુધી જે પણ શહેર કે દેશમાં ફર્યા છે ત્યાંથી તેમણે પરંપરાગત પહેરવેશ ખરીદીને વૉર્ડરૉબ કલેક્શનમાં રાખ્યા છે

અભિનેતા ઓજસ રાવલ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

‘પોલમ પોલ’, ‘તારી માટે વન્સ મોર’, ‘ચોર બની થનગાટ કરે’, ‘ચાસણી’ અને તાજેતરમાં રિલિઝ થયેલી ‘નાયિકા દેવી : ધ વૉરિયર ક્વિન’ જેવી ફિલ્મો અને ‘લેડિઝ સ્પેશ્યલ’, ‘સગરમ કી સાડે સાતી’ સિરિયલ સહિત અનેક નાટકોમાં અભિનય કરનાર અભિનેતા અને લેખક ઓજસ રાવલ (Ojas Rawal) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મારી પાસે મોર્ડન વુડન ફર્નિચર પણ છે અને જુની સ્ટાઇલનું હૅરિટેજ કહી શકાય તેવું વૉર્ડરૉબ પણ છે. જેમાં આખો કાચ છે. આ ઍન્ટિક કબાટ મારા માટે વિશેષ એટલે છે કે કારણકે તે મારા દાદા-દાદીના સમયથી છે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : દેશી પાઘડીનું કપડું પણ જેમાં હોય અને બૉ ટાઈ પણ જે વૉર્ડરૉબમાં મળી આવે એ વૉર્ડરૉબ એટલે ઓજસ રાવલનું વૉર્ડરૉબ. મારા વૉર્ડરૉબને જોઈને ખ્યાલ આવી જાય કે આમાં દરેક પ્રકારની સ્ટાઇલના કપડાં હશે.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : હજી સુધી ક્યારે એવું બન્યું નથી કે કોઈની સાથે વૉર્ડરૉબ શૅર કરવું પડે. એટલે ખ્યાલ નથી કે ગમશે કે નહીં!

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : હું કામ માટે સતત ટ્રાવેલ કરતો હોવ છું અને તેના લીધે મને સાફ કે ઑર્ગેનાઇઝ કરવાનો વધુ સમય નથી મળતો. પણ જ્યારે એવું થાય કે હવે કપડાંનો બહુ ઢગલો થઇ ગયો છે ત્યારે પછી હું ટ્રેડિશનલ, ફોર્મલ એ રીતે જુદા પાડીને કપડાં ગોઠવું છું.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : હું હંમેશા ટ્રાવેલ કરીને કે પછી શૂટ પરથી આવતો હોઉં એટલે એક બેગ મુકીને બીજી લઈને ભાગવાનું જ થતું હોય છે. હું બિઝી શેડ્યુલને કારણે વૉર્ડરૉબમાં ગોઠવી શકતો નથી અમે ગમે ત્યાં આડાઅવળા કપડાં મુકી દેતો હોઉં છું. તેમ છતાંય દરેક પ્રસંગ પ્રમાણે મને જે જોઈતા હોય એ કપડાં મળી જ જતાં હોય છે. તેમજ પહેલાં જેમ કહ્યું એમ, જ્યારે એકદમ જ અણીની જરુરિયાત લાગે ને કપડાં ગોઠવવાનું ત્યારે જ વૉર્ડરૉબ ગોઠવું.

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : એવી તો કોઈ ખાસ બાબત નથી. પરંતુ જ્યારે પણ ગોઠવવા બેસું ત્યારે ટ્રેડિશનલ કપડાં અલગ, ફોર્મલ્સ અલગ, કેઝ્યુલ અલગ એ રીતે ભાગ પાડીને ગોઠવતો હોઉં છું.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : (ખડખડાટ હસે છે) વૉર્ડરૉબ ગોઠવવાનો સમય મળે તો યુએસપી હોય ને!. પણ હા હું એટલું માનું છું કે, . “It’s a mess, but it’s my mess and I know my mess”, પોતે પાથરેલા પસારાને કઈ રીતે સાફ કરવો એ જાતે જ નક્કી કરીએ તો જલ્દી ગોઠવાઈ જાય.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના કયારેય એવો સમય જ નથી મળ્યો. પણ હા તમારા આ પ્રશ્ન પછી ચોક્કસ મનમાં થયું કે એકાદ વાર તો ગણવા જોઈએ.

 

આ પણ વાંચો : નેત્રી ત્રિવેદીનો હૉટ ફેવરિટ લૂક એટલે “કેઝ્યુલ્સ”

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : મારી પાસે એક કસ્ટમાઇઝ્ડ ડિઝાઇનર નેહરુ કૉટ/સુટ છે, જે મારા કલેક્શનમાં સૌથી મોંઘુ છે. મને વિન્ટેજ વસ્તુઓ બહુ ગમે છે. લગભગ પાંચ વર્ષ પહેલા મેં આ કૉટ ડિઝાઇન કરાવ્યો હતો. ત્યારે ડિઝાઇનરે મને કહ્યું હતું કે, સર આ તો રાજેન્દ્ર કુમારના જમાનાનો કૉટ છે. મેં કહ્યું હા, બસ મારે એ જ બનાવવો છે.

સૌથી સસ્તું જો કંઈ હોય તો, હું યુએસ યુનિર્વસિટીમાં ભણતો હતો ત્યારે ત્યાં સ્ટુડન્ટ્સ ફૅર થતાં હતા. જેમાં વિદ્યાર્થીઓને ગિવ-અવેમાં અનેક ગિફ્ટ્સ આપવામાં આવતી. ત્યારે મળેલા ટી-શર્ટ મારી માટે પૈસાની દ્રષ્ટિએ બહુ સસ્તા છે. પરંતુ આમ તેનું મુલ્ય બહુ છે. કારણકે એ મારી યુનિર્વસિટીની યાદો સાથે જોડાયેલ છે.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : હું સ્ટાઇલને વધુ મહત્વ આપીશ. ઑન-સ્ક્રિન મેં હંમેશા એવા પાત્રો ભજવ્યા છે જેમાં મારે થ્રી પીસ સૂટ કે ફોર્મલ્સ પહેરવાના હોય. કોઈ ઇવેન્ટ હોય ત્યારે પણ સૂટ પહેરવાનું વધુ થયું હોય છે. એટલે અંગત જીવનમાં હું કુર્તા પહેરવાનું વધુ પસંદ કરું છુ. કુર્તા મારા માટે ‘go to wear’ છે. મને ઓન સ્ક્રિન અલગ-અલગ પ્રકારના કુર્તા પહેરવા નથી મળતાં એટલે હું એ રિયલ લાઇફમાં તે પહેરતો હોઉં છું.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : મને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું એવું કોઈ ગાંડપણ નથી. મને જે ગમે એ, મને જે ફાવે એ, જે મારી જાતને પ્રતિબિંબ કરે તે પહેરવાનું પસંદ કરું છું. હું પાવર ડ્રેસિંગમાં માનું છું.

તેમજ મને પ્રસંગોપાત સ્ટાઇલ કરવાનું ગમે છે. પણ બૉ ટાઈ અને પ્રિન્ટેડ કુર્તા એ મારી સિગ્નેચર ગણાય છે. મને બૉ ટાઈ અને નૅક ટાઈ પહેરતાં પણ આવડે છે. નૅક ટાઈ બાંધવાના કુલ વીસથી પચ્ચીસ પ્રકાર છે જેમાંથી સાત પ્રકારની સ્ટાઇલ બાંધતા મને આવડે પણ છે.

તે સિવાય હું મારી સ્ટાઇલને બાજુએ મુકીને એક બીજી વાત કરવા માંગીશ કે, હું કવિ તુષાર શુક્લના હેન્ડ પેઇન્ટેડ કુર્તાનો દિવાનો છું. તેમજ ક્યારેક કોઈ વાર મને તેમના હેન્ડ પેઇન્ટેડ કુર્તાની ઈર્ષ્યા પણ આવે છે. કારણકે મારી પાસે હજી સુધી એવો હેન્ડ પેઇન્ટેડ કુર્તો નથી.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : મારા કુર્તા જ્યાં હોય એ મારું મનપસંદ કોર્નર છે.

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : એક કુર્તા-પાયજામાની જોડ, એક સુટ સેટ, એક ટ્રેડિશનલ કપડાં એટલે ધોતિયું અને કેડિયું, કોઈપણ જગ્યા/સ્થળ/પ્રદેશ કે દેશમાં જાવ ત્યાંનો ટ્રેડિશનલ ડ્રેસ અને છેલ્લે સૌથી વધુ આરામદાયક ટી-શર્ટ અને શોર્ટ્સ કે ટ્રેક પેન્ટ તો કબાટમાં હોવું જ જોઈએ.

 

આ પણ વાંચો : હું અડધી રાત્રે પણ મારું વૉર્ડરૉબ ગોઠવવા બેસી જાઉં છું : નીલમ પંચાલ

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે?

જવાબ : લાઈફમાં નહીં પણ સ્ટેજ પર મારી સાથે આવો એક સીન થયો છે. એક હિન્દી નાટક હતું, ‘જાને વો કૈસે લોગ થે’ જેમાં ૪૫ સેકન્ડમાં અંધારામાં મારે કપડાં બદલવાના હતા. એક શોમાં એવું થયું હતું કે, મને મદદ કરવા માટે કોઈએ મારા કપડાં મેં જ્યાં મુક્યા હતા ત્યાંથી બદલીને બીજે ક્યાંક મુકી દીધા હતાં. પછી ફટાફટમાં પેન્ટ બદલાઈ ગયું અને શર્ટ બદલવાનો સમય ન રહ્યો એટલે ઉતાવળમાં શર્ટની ઉપર જ શર્ટ પહેરી લીધો. ત્યારે અંદરના શર્ટનો ગુંચડો વળી ગયો અને એ મારા પેટ પાસે આવી ગયો. એમાં લોચો એ પડ્યો કે હું બહુ જાડો દેખાવા લાગ્યો અને પ્રેક્ષકોને લાગ્યું કે, સમય વિત્યો એટલે આ પાત્ર હવે આવું જાડું દેખાય છે. ને પછી એ સીન કૉમેડીમાં ફેરવાઇ ગયો.

તમને એક વાત ચોક્કસ કહીશ કે, આવા સમયે એ બહુ જરુરી છે કે તમે તમારી સમજ અને બુદ્ધિ વાપરીને પરિસ્થિતિને સાચવી લો.

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન એટલે સ્વઅભિવ્યક્તિ. સમય, પ્રસંગ કે તકમાં તમારી જાતને અભિવ્યક્ત કરે એ તમારી ફેશન.

life and style fashion fashion news dhollywood news ojas rawal rachana joshi