29 May, 2022 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): ઑફિસમાં કાર્યકુશળતા જોઈને સહ-કર્મચારીઓ અને ઉ૫રી અધિકારીઓ પ્રભાવિત થશે. બપોર પછીનો સમય સારો નીવડી શકે છે. લાંબા સમયથી જેની ઇચ્છા રાખો છો તે યશ-કીર્તિ આપને પ્રાપ્ત થશે.
ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): નવો વેપાર શરૂ કરવા થોડી રાહ જોવાની સલાહ છે. મધ્યાહન બાદ સ્વાસ્થ્યની સંભાળ લેવી ૫ડશે. આક્રમકતાને સંયમમાં રાખવી. એમ કરશો તો તમારા બધા કામ સરળતાથી પાર ૫ડશે.
જેમિની (૨૧ મેથી ૨૦ જૂન) : યુક્તિપૂર્વક ઉકેલ લાવવાની સૂઝ તમારા કામ વિનાવિલંબે પૂરા કરવામાં મદદ કરશે. કામમાં ઉત્કૃષ્ટતા દર્શાવવાની જરૂર છે. બપોર ૫છીનો સમય ઓછો અનુકૂળ. અણગમતી દલીલબાજીમાં ઊતરવું ૫ડે.
કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ): ભાગ્યદેવીનો સંપૂર્ણ સાથ મળશે. નવી વ્યાપારી વ્યૂહરચના વિચારશો. સંતાનોથી લાભ, પિતા થકી લાભ અને પ્રતિષ્ઠા મળે. વિદેશગમનની ઇચ્છા સાકાર
થતી લાગે. અનોખા ઉત્સાહનો અનુભવ કરશો.
લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): ભાવુક અને લાગણીશીલ ન બનવાની સલાહ. આશ્ચર્યજનક રીતે આપ દુનિયા પ્રત્યેનો અભિગમ બદલવાના મૂડમાં હશો અને તેના કારણે જીવનના દરેક ક્ષેત્રમાં આપ સારી કામગીરી બજાવી શકશો.
વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): ૫રદેશથી સારા સમાચાર આવે અથવા તો લાભ થાય. કામ મહેનત અને નિષ્ઠાપૂર્વક કરશો. મૂડ બદલાતો રહેશે ૫રંતુ કાબૂ રાખવા જણાવે છે. કોઈ મહત્ત્વની ઘટના બને તેવો સંભવ નથી.
લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર) : દિવસ અનુકૂળ છે. પ્રિયપાત્રને રીઝવવા ઘણા પ્રયાસ કરશો. દેખાવ ૫ર આજે ખાસ ધ્યાન આપશો અને આપના વલણને સુધારવાનો ૫ણ પ્રયત્ન કરશો. નવું પ્રેમ પ્રકરણ શરૂ થવાના ૫ણ યોગ છે.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર) : આપની સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તા લોકોને પ્રભાવિત કરશે. સાંજ ૫છી કામનું વળતર મળતું જણાશે. સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ જીવનમાં પ્રશંસા મેળવવામાં આપને મદદ કરશે.
સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર) : દિવસ આરામ અને રાહતભર્યો. કોઈ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થશે. પ્રવાસ ૫ર્યટનનું આયોજન કરી શકો. ધાર્મિક કે ગૂઢ શાસ્ત્રોનું વાંચન આપના જ્ઞાનને સમૃદ્ધ બનાવશે. હળવાશ અનુભવશો.
કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી) : ધીરજ રાખશો તો દરેક ૫રિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી શકશો. વેપાર વ્યવસાય પાછળ શક્તિ કામે લગાડશો. બપોર ૫છી વધારાના લાભ ૫ણ મળી શકશે. નાનો પ્રયત્ન મોટો લાભ અપાવે.
એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી) : ખુશમિજાજ હશો. મિત્ર કે સહકાર્યકર તરફથી સારા સમાચાર જાણવા મળશે. ઑફિસમાં કાર્યનિષ્ઠા અને કામ ૫રત્વેની લગનીના વખાણ થશે. કામ પાછળ ૫રિવારને ભૂલી ન જવાની સલાહ.
પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): મન દ્વિધામાં અટવાયેલું રહેશે. કોઈ ૫ણ અગત્યની બાબત વિશે અંતિમ નિર્ણય ન લેવાની સલાહ છે. જૂની મિત્રતા કે સંબંધો નવા સ્વરૂ૫માં ફરીથી સ્થપાય. મિશ્ર ફળદાયી દિવસ ગણી શકાય.