03 June, 2022 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
ગોવિંદાનું કહેવું છે કે તે આજે સ્ટાર છે તો એનું શ્રેય સ્વર્ગીય બપ્પી લાહિરીને જાય છે. ગોવિંદા હાલમાં જ સોની ટીવી પર આવતા ‘સુપરસ્ટાર સિંગર 2’માં જોવા મળ્યો હતો. આ શોમાં ગોવિંદા અને ચંકી સ્પેશ્યલ એપિસોડ બનાવવામાં આવ્યો છે. ગોવિંદા અને ચંકી પાન્ડેએ એક-એકથી ચડિયાતા પર્ફોર્મન્સની મજા માણી હતી. રિતુરાજ અને હર્ષિતાએ ‘ઓ લાલ દુપટ્ટે વાલી’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ ગીત સાંભળીને પહેલાંના સમયને યાદ કરતાં ગોવિંદાએ કહ્યું કે ‘હું ‘સુપરસ્ટાર સિંગર 2’ના સ્ટેજનો ઉપયોગ સ્વર્ગીય બપ્પીદાનો આભાર માનવા માટે કરી રહ્યો છું, કારણ કે તેમના વગર મારી જર્ની શક્ય નહોતી. હું આજે જે ગોવિંદા છું એ તેમનાં ગીતોને કારણે છું અને એથી હું હંમેશાં માટે તેમનો આભારી રહીશ. એવા કેટલાક લેજન્ડરી લોકો છે જેમના આશીર્વાદ મારા જેવા આર્ટિસ્ટને ખૂબ જ ફળ્યા છે. હું પહેલાં કંઈ જ નહોતો, પરંતુ બપ્પીદાની છત્રછાયામાં હું સ્ટાર બન્યો છું. મારી ફિલ્મ માટે અદ્ભુત ગીતો ગાવા માટે હું તેમનો આભારી છું.’