ઓસ્કર થપ્પડ કાંડ મામલે થઈ શકત વિલ સ્મિથની ધરપકડ, પરંતુ ક્રિસ રૉકે કહ્યું કે..

01 April, 2022 07:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓસ્કાર સમારોહ (Oscar Award 2022)માં વિલ સ્મિથ(Will Smith)ના થપ્પડ કાંડ પર નવા ખુલાસા થઈ રહ્યા છે.

ઓસ્કર થપ્પડ કાંડ મામલે થઈ શકત વિલ સ્મિથની ધરપકડ

ઓસ્કાર સમારોહ (Oscar Award 2022)માં વિલ સ્મિથ(Will Smith)ના થપ્પડ કાંડ પર નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુરુવારે, ઓસ્કાર સમારોહના નિર્માતાઓએ જાહેર કર્યું કે લોસ એન્જલસ પોલીસ ઘટનાસ્થળ પર હતી અને એવોર્ડ શો દરમિયાન વિલ સ્મિથની ધરપકડ કરવા જઈ રહી હતી. જો કે ક્રિસ રૉકે કોઈપણ પ્રકારનો ચાર્જ લાદવાનો ઈન્કાર કર્યો હતો, તેથી ઓથોરિટીએ કાર્યવાહી કરી ન હતી. અગાઉ, એકેડમી તરફથી કહેવામાં આવ્યું હતું કે ક્રિસને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે ના પાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે રવિવારે ઓસ્કાર દરમિયાન વિલ સ્મિથે ક્રિસ રૉકને થપ્પડ મારી હતી.

પોલીસ ધરપકડ કરવા તૈયાર હતી


વિલ સ્મિથના થપ્પડના મામલામાં એક નવી વાત સામે આવી છે. ઓસ્કાર સમારોહના નિર્માતા વિલ પેકરે પોલીસને જણાવ્યું કે તે ગેરકાયદેસર છે. તેણે કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે તૈયાર છે, તે વિલ સ્મિથને પકડવા જઈ રહ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, અમે તેને પકડવા તૈયાર હતા.

ક્રિસ રૉક અટકાવી ધરપકડ


પેકરે જણાવ્યું કે થપ્પડ માર્યાના એક કલાકમાં જ સ્મિથ બેસ્ટ એક્ટરનો એવોર્ડ લઈને સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો. તે સમયે પોલીસ તેમની ધરપકડ કરવા માટે ક્રિસ રૉક અને પેકર સાથે વાતચીત કરી રહી હતી. કિંગ રિચર્ડ માટે વિલ સ્મિથે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. પેકરે કહ્યું કે ક્રિસ રૉકે તરત જ ના પાડી, તેણે કહ્યું હતું કે, ના, ના, હું ઠીક છું`

વિલ સ્મિથે માફી માંગી

ઘટનાના બીજા દિવસે વિલ સ્મિથે ક્રિસ રૉક, નિર્માતાઓ અને પ્રેક્ષકોની માફી માંગતું નિવેદન જારી કર્યું હતું. તેણે કહ્યું કે તે શરમ અનુભવે છે, તેણે લાગણીઓમાં આવીને પ્રતિક્રિયા આપી. તે જ સમયે ક્રિસ રોકે પણ બુધવારે આ ઘટના પર વાત કરી હતી.

hollywood news will smith