27 April, 2022 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સુપર મારિયો બ્રોસ’ ઍનિમેટેડ ફિલ્મ થઈ પોસ્ટપોન
‘સુપર મારિયો બ્રોસ’ ઍનિમેટેડ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલાં ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે એને ૨૦૨૩માં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને હવે અમેરિકામાં ૨૦૨૩ની સાત એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. ત્યાર બાદ ૨૮ એપ્રિલે એને જપાનમાં રિલીઝ કરવામાં આવશે. ૨૦૧૮માં નિન્ટેડો, ઇલુમિનેશન એન્ટરટેઇનમેન્ટ્સ અને યુનિવર્સલ સ્ટુડિયો દ્વારા આ ફિલ્મ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ક્રિસ પ્રૅટ મારિયોનો અવાજ આપશે. જોકે તે તેના ઇટાલિયન ઍક્સેન્ટનો વધુ ઉપયોગ નહીં કરી શકે. આ ફિલ્મમાં પ્રિન્સેસ પીચનો અવાજ આન્યા ટેલર-જૉય, લિગીનો અવાજ ચાર્લી ડે, બાઉસરનો અવાજ જૅક બ્લૅક, ટોડનો અવાજ કીગન-માઇકલ કે, ડૉન્કી કોન્ગનો અવાજ સેથ રોગન, કામેકનો અવાજ કેવિન માઇકલ રિચર્ડસન, ક્રૅન્કી કોન્ગનો અવાજ ફ્રેડ આર્મીસન અને સ્પાઇકનો અવાજ સેબિસ્ટિયન મેનિસ્કેલ્કો દ્વારા આપવામાં આવશે. ‘ટીન ટાઇટન્સ ગો’ના ડિરેક્ટર આરોન હોર્વાથ અને માઇકલ જેલેનિક દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે.