06 May, 2022 05:42 PM IST | Mumbai | Partnered Content
‘કહેવતલાલ પરિવાર’ વિશાળ પડદે ઉજવાતો ભવ્ય મનોરંજન, લાગણી, પ્રેમ, ગુસ્સો, હાસ્ય, સસ્પેન્સ અને ડ્રામાનો સંપૂર્ણ પારિવારિક ઉત્સવ છે
દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી આપણે ફક્ત નાના પડદા પર જ ફિલ્મોનો આનંદ માણીએ છીએ. પરંતુ, હવે મોટા પડદા પર મોટી ફિલ્મમાં, મોટા પરિવારના, મેગા મનોરંજનને માણવાનો અને ટેન્શન ને આવજો કહેવાનો વખત આવી ગયો છે. જી હા, હસતા હસાવતા સંયુક્ત કુટુંબની ભાવનાને સાર્થક કરતાં, આનંદથી આંખોના ખૂણા ભીંજવી દે એવી ફિલ્મ, કોકોનટ મોશન પિક્ચર્સની ટીમ લઈને આવ્યા છે, જેનું નામ છે ‘કહેવતલાલ પરિવાર’. તમારા નજીકના સિનેમાઘર માં આવી ગઈ છે. જે એક ફુલ્લી ફેમિલી-કોમેડી-ડ્રામા ફિલ્મ છે. ખાસ તો ફિલ્મમાં પરિવારના દરેક સભ્ય માટે કંઈક સરપ્રાઈઝ છે.
આ ફિલ્મના ટ્રેલરે તો નાના, મોટા, યુવા દરેક વર્ગના દર્શકોમાં અત્યારથી જ આતુરતા જગાડી છે. સચિન-જીગરના સૂરીલા સંગીતથી સજ્જ `ઊઠો-ઊઠો`, `વહુરાણી` અને ‘હોળી આવી આવી’ ગીત તો રિલીઝ થતાંની સાથે જ છવાઈ ગયા છે. ઇન્ડસ્ટ્રી ના અનેક પ્રતિભાવાન કલાકારો એકસાથે એક જ સ્ક્રીન પર અભિનયના અજવાળા પાથરશે. અત્યારે તો આ ફિલ્મના ગીતો, પાત્રો અને ટ્રેલર માંથી ગુજરાતની માટીની અને ગુજરાતના સંસ્કારની સુગંધ આવે છે. અમદાવાદની પોળ, ઢોકળાની લારી, ખાટી મીઠી તકરાર, પપ્પાની પળોજણ, મમ્મીની મગજમારી, બેનની બૂમાબૂમ, કાકાની કટકટ, રોજની ખટપટ, વ્હાલનો વ્યવહાર અને પ્રેમથી ઉજવાતા તહેવાર સાથે વિસરાતી જતી વાતો તથા કહેવતોનો ખજાનો, અને હા, સુપર ટેલેન્ટેડ સ્ટારકાસ્ટ તો ખરી જ. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આ ફિલ્મનો અદ્ભુત આનંદ થિયેટરમાં સહપરિવાર બેસીને જ માણી શકાય.
ફિલ્મનાં નિર્માતા રશ્મિન મજીઠિયાએ જણાવ્યું હતું કે, “ઘણી ફિલ્મો આપણું ધ્યાન ખેંચી શકે છે પરંતુ એવી અમુક ફિલ્મો જ હોય છે કે જે ફિલ્મ પૂરી ન થાય ત્યાં સુધી પ્રેક્ષકોની નજર હટતી નથી. એ ફિલ્મનો જ એક ભાગ બની જતાં હોય છે. આજે જ્યારે વિભક્ત કુટુંબનો ટ્રેન્ડ ચાલે છે એવા સમયમાં અમે, એક ટીમ તરીકે ‘સંયુક્ત કુટુંબ’ ની વ્યાખ્યા સમજાવતી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “ફિલ્મના ગીતો અને ટ્રેલર માટે આટલો હ્રદયસ્પર્શી પ્રતિસાદ મળવો અમારા માટે ગર્વની વાત છે. અમે આ ફિલ્મને અમારા બાળકની જેમ ઉછેરી છે અને હવે અમે તેને દર્શકોને સોંપી રહ્યા છીએ. તેથી, અમે આશા રાખીએ છીએ કે, અમે જેટલો પ્રેમ આ ફિલ્મને કરીએ છીએ એનાથી વધુ પ્રેમ દર્શકો તરફથી મળશે.”
પોતાના વિચારો વ્યક્ત કરતાં અનુભવી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું, “આ દરેક ગુજરાતીના ઘરની વાર્તા છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલ પાત્રો વાત વાતમાં હળવી રમૂજ, ટુચકાઓ, નિર્દોષ ગાળો અને કટાક્ષની ભાષા વાપરે છે” તેમણે ઉમેર્યું, કે “ વ્યવહારમાં દલીલો કરતી વખતે જાત જાતની કહેવતો શીખવાનો મજાનો અવસર છે. રસપ્રદ વાત એ છે કે, `કહેવતો` નો ઉપયોગ કરવાથી તમે સાચા છો કે ખોટા એની જાણ વગર જ કોઈપણ પર જીત મેળવી શકશો. કારણ કે કહેવતો સામેવાળા પર તમારા સાચા હોવાની છાપ ઊભી કરે છે.
શું તમને યાદ છે કે છેલ્લે ક્યારે તમે સહપરિવાર, સહકુટુંબ સગા સંબંધી, મિત્રો સાથે થિએટરમાં ગયા હતા ? કદાચ યાદ કરવું મુશ્કેલ થઈ જશે. અવસર આંગણે છે. ‘કહેવતલાલ પરિવાર’ ફિલ્મની સાથે સમગ્ર પરિવાર, સગા, સંબંધી જોડાઈ, થિયેટરમાં જઈ એક યાદગાર ‘કુટુંબ મેળા’ સમો અનોખો અદ્ભુત પ્રસંગ ઉજવો. તહેવારની જેમ ઉજવેલો આ આનંદનો અવસર, સૌ કોઈ માટે જિંદગીભરનું સંભારણું બની રહેશે.
ટૂંકમાં, વિપુલ મહેતા દિગ્દર્શિત ‘કહેવતલાલ પરિવાર’ વિશાળ પડદે ઉજવાતો ભવ્ય મનોરંજન, લાગણી, પ્રેમ, ગુસ્સો, હાસ્ય, સસ્પેન્સ અને ડ્રામાનો સંપૂર્ણ પારિવારિક ઉત્સવ છે, જેમાં આપ સૌને આમંત્રણ છે. આવો મોટા પડદાનો ‘ભવ્યોત્સવ’ ફક્ત આપના નજીકના,સગા,સંબંધી,મિત્રો અને પ્રિયજનો સાથે મળીને જ ઉજવી શકાય છે. તો, તમારી નજીકના થિયેટરોમાં આવતી કાલે, મનોરંજનના પાવરહાઉસનો અનુભવ કરવા તમારા નજીકના સિનેમાઘરમાં જવાનું ચુકતા નહીં.