07 June, 2022 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્કની રેટ-સેટિંગ પૅનલ મૉનિટરી પૉલિસી કમિટીએ સોમવારે એની ત્રણ-દિવસીય બેઠકમાં ચર્ચા-વિચારણા શરૂ કરી હતી જેમાં ફુગાવાને કાબૂમાં રાખવા બેન્ચમાર્ક વ્યાજદરોમાં વધારાના બીજા રાઉન્ડની અપેક્ષા છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે ચર્ચા-વિચારણા બાદ નાણાકીય નીતિ સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. દાસે પહેલેથી જ સંકેત આપ્યો છે કે રેપો રેટમાં બીજો વધારો થઈ શકે છે. જોકે તેણે એનું પ્રમાણ નક્કી કરવાનું ટાળ્યું હતું. એવી અટકળો છે કે આ મહિને ઓછામાં ઓછા ૦.૩૫ ટકાનો વધારો નિશ્ચિત મનાય છે.